દોસ્તોની મહેફિલ
દોસ્તોની મહેફિલ
યાદોની મહેફિલમાં,
નામ દોસ્તોનુ પહેલુ આવે છે.
ભલે મલ્યા ના હોય વર્ષો વીતે,
કમી એની હમેશ સાલે છે.
એકાંતની પળોમાં ગુજરેલો વક્ત યાદ આવે,
સમય સમયે પુરાના દોસ્ત યાદ આવે.
જીંદગીની એ સોનેરી પળ કદી વિસરાય નહી,
સમય વિત્યો, બધા વિખરાય ગયા.
પોતાના કામકાજ, પરિવારમાં વ્યસ્ત થયા,
દિલ ના એક ખૂણામાં સંતાઈ ગયા.
જીવન સંધ્યાએ ફરી દોસ્તોની મહેફિલ જામી,
આજે એંકાંતમા ફરી એમની યાદ આવી.
ચાલો ફરી પહેલાની જેમ મળીએ દોસ્તો,
પોત પોતાના મૃદુલ મન ની વાતો કરીએ,
પુરાની સરારતો ફરી યાદ કરીએ.
