STORYMIRROR

amita shukla

Romance Inspirational

3  

amita shukla

Romance Inspirational

દોસ્તીનો શ્વાસ

દોસ્તીનો શ્વાસ

1 min
364

મૃગજળ પાછળ દોડતી આ જિંદગી,

ઝાંઝવાના નીર સમ ભાસે છે,


થાકીને લોથપોથ થતી દોડમાં,

હાથ ખાલીખમ રહે છે,


આનંદથી ભરેલી જિંદગી,

બોજા તળે કેમ દબાય છે ?


જવાબદારી ખભે રાખીને,

હસતા હસતા કેમ નથી ચલાતું ?


અચાનક દોસ્તનો ધબ્બો પડ્યો,

જિંદગી ગુલઝાર બની,


"હું છું ને" નાં શબ્દોથી ખુશીઓ રળી,

હું અને તું માં આનંદ લૂંટયો,


દોસ્તી ફરી બેમિસાલ બની,

દોસ્ત તારા વગરની જિંદગી,

શ્વાસમાં પણ નિષ્પ્રાણ બની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance