STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

દોસ્તીનો દસ્તાવેજ

દોસ્તીનો દસ્તાવેજ

1 min
192

નિઃસ્વાર્થતાનો સત્યતમ્ પર્યાય છે દોસ્તીનો દસ્તાવેજ,

જીવનના અવરોધોનો ઉપાય છે દોસ્તીનો દસ્તાવેજ,


ગમગીન હૃદય પર સ્મિતની નહેરને સજોડીને,

એક મીઠા હેતના ઝરણામાં જોવાય છે દોસ્તીનો દસ્તાવેજ,


મારા તારાનો મતભેદ જોવા ન મળે ક્યારેય,

બસ એક શુદ્ધ ગંગાજળ રૂપે શોભાય છે દોસ્તીનો દસ્તાવેજ,


એના મુસ્કાનથી મઘમઘતો રહે જીવનનો બાગ,

પરસ્પરના એ શુદ્ધ ભાવથી તોલાય છે દોસ્તીનો દસ્તાવેજ,


બંધ આંખે પણ અદકેરો વિશ્વાસ મૂકી શકાય, 

એવી ઈશ્વરીય તાકાત જેવો મહેકાય છે દોસ્તીનો દસ્તાવેજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational