દોસ્તી
દોસ્તી
દુનિયાનો કોઇ પણ સંબધ, દોસ્તી સામે નાનો છે,
દરેક દોસ્ત, પોતાના દોસ્ત સુદામા માટે કાનો છે,
જિંદગી ગમે તેટલી હોય ચડાવ ઉતારથી ભરેલી,
દોસ્તી હંમેશા સુખનો સરનામો છે,
તહેવારોની રોનક ને લાગી જાય ચાર ચાંદ,
દોસ્તી મોજ, મજા અને મહેફિલનો પરવાનો છે,
જિંદગી ગુજરતી હોય ગમે તે કાળમાથી,
દોસ્તીનો હરહંમેશા રહેતો જમાનો છે,
દોસ્ત સાથે હોય તો દિવસ બની રહે છે તહેવાર,
દોસ્તીનો સંબંધ દુનિયામાં સૌથી મજાનો છે,
દુ:ખ, દર્દ, ગરીબી કે પીડાની નથી કાંઇ વિસાત,
દોસ્તી દુનિયાનો સૌથી મોટો ખુશીનો ખજાનો છે,
જેની સાથે થઇ શકે છે દિલ ખોલીને વાત,
દોસ્તી દિલનો એવો ચોરખાનો છે.