STORYMIRROR

Kinjal Patel

Inspirational Others

3  

Kinjal Patel

Inspirational Others

દોસ્ત

દોસ્ત

1 min
14K


શું કહુ તારા વિશે અને કેવી રીતે ?

કહેવુ તો ઘણું છે પણ શબ્દો નથી મળતા.


મિત્રો તો ઘણા મળ્યા છે જીવનમાં,

પણ તારા જેવું કોઈ નથી મળ્યું.


હજી થોડો જ સમય થયો છે આપણને મળે,

પણ ક​ઈ રીતે તારી સરળતાના વખાણ કરું.


એમ લાગે છે કે જાણે ઘણા સમયથી,

જાણીએ છીએ એકબીજાને,

છતા પણ તારા વિશે ક​ઈ પણ,

કહેવા માટે શબ્દો નથી મળતા.


થોડા જ સમયમાં એટલા જાણી ગયા કે,

હ​વે વધારે જાણવાની જરૂર નથી લાગતી.


તારા જેવી દોસ્ત મેળ​વીને ખુશી થાય છે,

પણ બધું હંમેશ માટે નથી હોતું,

એ વિચારીને દુઃખ થાય છે.


તું જ્યાં સુધી પણ મારી સાથે છે,

ત્યાં સુધી જીવનમાં કોઈ સમસ્યા જ નથી.


એ વાત યાદ કરીને ચહેરા પર મુસ્કાન આવે છે,

જ્યારે આપણે સાથે મસ્તી કરતા અને મજા કરતા.


હંમેશા આમ જ રહેજે ક્યારેય નહી બદલાતી,

કારણ કે આજ તારો સાચો પરિચય છે.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational