STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

દિવાળી

દિવાળી

1 min
27.4K


દીપથી દીપ પ્રગટાવી ઉજવીએ દિવાળી,

સ્નેહ સૌમાં છલકાવી ઉજવીએ દિવાળી.


સાથને સહકાર આપીએ એકમેકને સદાએ,

રહીએ મુખ મલકાવી ઉજવીએ દિવાળી.


ના રહે ક્યાંય વૈર કે વૈમનસ્ય કોઈ વિચારે,

સમજણ સેતુ બંધાવી ઉજવીએ દિવાળી.


પ્રતિપળ રહીએ સત્યપથ તણા પથિક સૌ,

વાણી પરા સદા ઉચ્ચારી ઉજવીએ દિવાળી.


પ્રત્યેકમાં પરખીએ પરમેશને સદભાવના લાવી,

ક્ષમાયાચના સઘળે કરી ઉજવીએ દિવાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational