Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Thakkar "યાદે"

Tragedy

3  

Parul Thakkar "યાદે"

Tragedy

દિલની વ્યથા

દિલની વ્યથા

1 min
472


આજે એક ફૂલને બીજા ફૂલ સાથે લડતા મેં જોયું છે,

માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે...!


કચાશ ક્યાં રહી માવજતમાં મારી ?

કારણ શોધવા મન ખૂબ ઢંઢોળ્યું છે...!


માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે...!


સિંચન હતું પ્રેમનું, લાગણીનું ખાતર પણ સપ્રમાણ હતું,

કંટકોને દૂર કરવાનું જતન પણ સરખું જ કર્યું છે...!


માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે...!


તડકો અને છાંયો બેયના ભાગે સરખો જ હતો,

કદાચ બદલાતા જમાનાની હવામાં એક ફૂલ બાગથી વિખૂટું પડયું છે...!


માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે....!


"યાદો"ની ક્યારીમાં પલ-પલ જતન કર્યું હતું,

છતાં એક ફૂલ ક્યારીથી વિખૂટું થયું છે...!


માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy