STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

દિલમાં પ્રગટાવો હેતના દીવા

દિલમાં પ્રગટાવો હેતના દીવા

1 min
175

દીવડા પ્રગટાવો હેતના આ દિલમાં,

પૂરજો એમાં સ્નેહનું તેલ,

વાટ બનાવજો પ્રેમની,

હૈયાના કોડિયામાં આપો એને સ્થાન.


હૈયાના દ્વારે પૂરજો તમે પ્રેમની રંગોળી,

લાલ કલર લેજો હેતનો,

લીલો કલર લેજો તમે સાથનો,


પીળો કલર લેજો તમે આશાવાદનો,

ભૂરો રંગ લેજો તમે વિશ્વાસનો,

કેસરી રંગ લેજો તમે હિંમત અને શૌર્યનો,

અને બલિદાનનો,


ગુલાબી રંગ લેજો તમે હેતનો,

હૈયાની ધરા પર પૂરજો તમે રંગોળી.

બધા કલરમાં પીછી બોળી બોળી,

સૌની ખુશીઓની ભરી દો તમે ઝોળી.

સુંદર બની જશે આપોઆપ તમારા જીવનની રંગોળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational