દિલ
દિલ


દિલ આવ્યું ત્યારથી
રાત દિ’ના વારથી
સૌ કહે છે સ્નેહ છે !
હું કહું છું મારથી.
કોણ છોડાવે હવે ?
હુંજ છુંના ભારથી,
આપણે તો ક્યાં ગયાં ?
ભાવના તહેવારથી.
ના મળે લ્યો એ હવે,
હા કહી છે ત્યારથી,
આપને તો છે મજા,
ને અહીં હુંકાર નથી !
ક્યાં ગયો એ ચાલતો ?
રાતના અંધકારથી
આવશે પાછો કદિ
મોતના સત્કારથી ?
દિલ આવ્યું ત્યારથી
રાત દિ’ના વારથી
સૌ કહે છે સ્નેહ છે !
હું કહું છું મારથી.