STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others

4  

Purvi sunil Patel

Inspirational Others

દીપાવલી મનાવો

દીપાવલી મનાવો

1 min
382

દીપાવલી એવી મનાવો હરખે મનડું આપણું,

જ્ઞાનનાં દીપો પ્રગટાવો, રોશન મનડું આપણું,

ક્રોધ, ઈર્ષા ને અદેખાઈ ફટાકડાં સંગ ફોડીએ,

કાઢીએ મનમાંથી વેરઝેર, સાફ મનડું આપણું,

રાગ, દ્વેષ ને લાલચની ધૂળ ખંખેરી નાંખીએ,

અંતરાત્મા અજવાળીએ, ચમકે મનડું આપણું,

મોહમાયાની જાળ તોડી અંતરમનમાં ઝાંકીએ,

જ્યોત બની અજવાળું, ફેલાવે મનડું આપણું,

વિશ્વાસ રાખો શ્રીરામ પર, ભવસાગર ખેડીએ,

શ્રદ્ધારૂપી જ્યોતથી ઝગમગે મનડું આપણું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational