દીકરી
દીકરી


દિકરી છું હું દિકરી,
પિતાનો વ્હાલનો દરિયો હું,
મમ્મીની નાની પરી હું,
દિકરી છું દિકરી હું,
ભઈલાની નાની બેની,
બાન્ધુ રાખડી મજાની,
માના આડા કામ કરતી
દિકરી છું દિકરી હું,
પિતાને ખૂબ વ્હાલ કરતી
ભાઈની સાથે ખૂબ રમતી
દિકરી છું હું દિકરી
ના માનો મને ઠીકરી
ભણી ગણી આગળ વધતી
કરાટે શીખી સુરક્ષિત રહેતી
દિકરી છું હું દિકરી
ના કોઈને માથે પડતી
સૌના આડા કામ લેતી
દિકરી છું હું દિકરી
નથી હું સાપનો ભારો
છું હું તો તુલસીક્યારો
પરી છું હું નાની પરી
દિકરી છું દિકરી હું,
મોટી થઈ ઉડી જનારી
પત્ની બનીશ માતા બનીશ
દિકરી છું દિકરી હું,
સાજન માટે સજીધજી
પુત્ર માટે રૂપ ત્યજી
આ બધું હું વિચારું ગર્ભની અંદર
સાકાર થશે જગમાં આવીશ અગર.