દીકરી
દીકરી
માણસાઈ જુઓ, આજે મરી પરવારી છે,
દીકરીઓની હરક્ષણ આબરૂ લુંટાઈ રહી છે;
કબર સમાં બની ગયા છે માણસોના હ્યદય,
સ્વાર્થતાની જ્વાળાએ માનવતાને બાળી મૂકી છે.
માણસાઈના મહેલોમાં આગ લાગી રહી છે,
હર ઈન્સાનોને દીકરાની ભૂખ લાગી છે;
ક્યારે વિચાર્યું છે એ જનનીએ શમણામહીં ?
એ પણ કદીક કોકની વહાલી દીકરી હતી !
શાને પામવા ચાહે છે એ ગોદ એ દીકરાઓને?
જેણે જનનીની કૂખને કબ્ર બનાવી દીધી છે!
કેમ બની ગયું છે સમશાન સમું માનું તનબદન?
રોશન કર્યું છે જગત જેણે સ્વર્ગ સમું !
અગર ન જોઈએ દીકરી જીંદગીમાં કોઈને,
તો સપ્તપદીના ફેરા લગાવી માણસાઈ ન લજવજો.
