દીકરી
દીકરી
કોણ ફેરે હાથ માથે, કોણ બોલે દીકરી,
ભાઈની હું બેનડી પણ ધાર રૂએ દીકરી,
કોણ જોશે વાટડી કે દીકરી મુજ આવશે,
કોણ આવે જાય ઉંબર હાશ આવે દીકરી,
કોણ છાતીયે લગાવે ને રડાવે દીકરી,
કોણ લાવે થાળ મોતીના હસાવે દીકરી,
કોણ હૈયાથી દુઆ માંગે ને માંગે જિંદગી,
શીશ ઝૂકાવીને આશીર્વાદ માંગે દીકરી,
આપની "સપના' કહો કે 'બાનિયો' પપ્પા હવે,
લો કબર પર એ દુઆ માંગે ને માંગે દીકરી.