ધ્વાર્કેશની અદાલત
ધ્વાર્કેશની અદાલત
નિસાસો નાખ મા પોતાની હાલત પર,
સામાયિક પ્રયોજન છે ઉદય ને અસ્તનું.
અસીમ છે કુદરતની કરામત જગમાં,
સદ્રશ્ટ દરિયો અહીં સાબિતી છે.
રાખ આકિન દ્વાર્કેશની અદાલતમાં
અન્યાયની ફરિયાદનો મોકો તુ ગોત મા.
કેળવ કાબિલિયત ખુદમાં તુ એટલી,
કે- ખુદ ઈશ પણ તને તથાસ્તુ ઔચરે.
એમનેમ કંઇ નથી આવતી ભરતી, મિલી
કિનારે ફિણ બની આવવાની ખમીર પણ જોઇએ.