STORYMIRROR

Drsatyam Barot

Classics

4  

Drsatyam Barot

Classics

ધૂમધૂમ ગાજે છે કાટકાનો નાદ

ધૂમધૂમ ગાજે છે કાટકાનો નાદ

1 min
27.6K


ધૂમધૂમ ગાજે છે કાટકાનો નાદ,

ધરતીને પાડ્યો છે આકાશે સાદ.

મેઘધનુષના રંગો અપાર,

છાપી છે આકાશે શ્વાસોની છાપ.

કાટકા તો ધરતીના દિલનો છે શ્વાસ,

ગાજે છે નભના શ્વાસોના ગાન.

ઝરમર ઝરમર વરસે વરસાદ,

ઓરાવે ધરતીના આકાશ વાળ.

ચમચમ વિજળી કરે ચમકાર,

સેથીમાં પૂર્યો છે ઊરનો પ્રકાશ.

લથપથ પલળી ધરતી તૈયાર,

લીલા પાલવમાં શોભે છે નાર.

વરસે છે ધરતીને પલળે આકાશ,

જનમો જનમના બંધાણા તાર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics