ધરતી
ધરતી


મુજને ઉછેરવાને કાજ,
તું બની પાથરણું આજ....!
મુજને પોષવાને કાજ,
તું બની અન્નપૂર્ણા આજ....!
સારા નરસા લોકો,
તુજ પર નિવાસ કરે આજ,
કાંઈ પણ કહ્યાં વિના,
તું પાળે સૌને આજ.....!
એકનાં અનેક દાણા,
દેતી મા તું એ ખેતરમાં....!
લીલોતરી છવાતી,
જોતાં સુખ થાતું અપાર મા...!
ખેડૂતના ખેતીનાં સપના,
મા ! તુજથી અનમોલ છે આજ.
તું ધાત્રી, તું સહન કરતી ને,
સહન કરવું એ શિક્ષા દેતી અમ
કાજ.
તાપણું કરતા, રસોઈ રાંધતા,
મા ! તું દઝાતી ખૂબ.....!
અમારું પેટ ભરવા,
મા ! તું સહન કરતી ખૂબ....!
<
/p>
ખોદતાં, ઘા વાગવા છતાં પણ,
આપતી મા,
ખનીજ તત્વો ભરપૂર....!
અનેક એવા અખૂટ ખજાના,
વિના સંકોચે દેતી તું ભરપૂર....!
તું રક્ષક, તું પાલનહારી,
તું જનની અમારી.
અખૂટ લેણું છે મા અમ પર,
ચૂકવી નહીં શકું ક્યારેય....!
વંદન તુજને વારંવાર કરું,
એક પલ ન ચૂકુ ક્યારેય.....!
તું કોપે તો ધરતીકંપ આવે,
ન હું કુકર્મ કરું એવું.
સુકર્મોનું ભાથું ભરતા રહીએ,
દેજે ધરતી મા એવું.
મા! તારા લાલ અમો,
એ ધન્યતા અનુભવીએ જીવનમાં.
અંતે તો વિરામ લઇશું,
મા ! તુજ પ્રેમભર્યા પાલવમાં.