ધર્મ
ધર્મ
ન્યાય નીતિનો વિષય છે,
આખરે ધર્મનો આશય છે,
વિદ્રોહ છે એના શબ્દોમાં,
ભલેને એની નાની વય છે!
જગની ચોપાટે છેતરાયો,
ઈશ્વર પાસે એનો જય છે.
જાળ બિછાવી પક્ષી કાજે,
આજ એનો કે સમય છે.
ન હોય માનવતાથી મોટો,
ધર્મ પાસે પણ હૃદય છે.
છેને લાગણી જેવું ભીનું?
એમાં જ ન્યાય ઉદય છે.
નથી ભિન્ન ધર્મને માનવ,
પરસ્પર એમાં સમન્વય છે.