ધરીને બેઠો
ધરીને બેઠો
એક વિશ્વાસ તારા પર ધરીને બેઠો,
શ્વાસોશ્વાસ તારા પર ધરીને બેઠો,
નથી શ્રદ્ધા રહી દુન્વયી બાબતોમાં,
એક અભ્યાસ તારા પર ધરીને બેઠો,
ખૂબ નિરાશ છું, પણ નારાજ નથી,
એક જ આશ તારા પર ધરીને બેઠો,
ખરીખોટી કોઈ સંભળાવે પણ ખરા !
જગ ઉપહાસ તારા પર ધરીને બેઠો,
સર્વસ્વ છે તું એક મારે ઓ હરિવર,
આસ્થા ખાસ તારા પર ધરીને બેઠો.