STORYMIRROR

'Sagar' Ramolia

Children

3  

'Sagar' Ramolia

Children

ધોબી

ધોબી

1 min
315

ઊંચા-નીચા ધોબીભાઈ હોંશથી ડોલે,

એતો ’સિયોરામ, સિયોરામ’ મુખે બોલે,

ઊંચા...


શિયાળાની ઠંડી એના આવે ન તોલે,

એની મહેનત, એનાં રોમે-રોમે બોલે,

ઊંચા...


સોડા-પાવડરનાં પડીકાં ખોલે,

એને પાણીમાં નાખી હલાવે હોલે,

ઊંચા...


ચોમાસાની ઋતુમાં એતો ખૂબ ડોલે,

ત્યારે પાણીની છોળો કુદરતના મોલે,

ઊંચા...


વસ્ત્રો એવાં ધોવે એની ચમક બોલે,

એને જોનારા ચીવટનો ગુણ તોલે,

ઊંચા...


કામ કરીને આવે ઘેર હોલે-હોલે,

એતો થાકીને બેઠા-બેઠા ચડે ઝોલે,

ઊંચા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children