Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

દેશવાસીઓ !

દેશવાસીઓ !

1 min
14.1K


ઊણા ઊતર્યા છે દેશવાસીઓ બાપુ તમને સમજવામાં. 
ઊણા ઊતર્યા છે દેશવાસીઓ બાપુ તમને પરખવામાં. 

અહીં તો બોલબાલા છે બધે બાપુ છેતરીને હરખાવામાં,
ઊણા ઊતર્યા છે દેશવાસીઓ સત્ય તમારું  આચરવામાં. 

અહિંસા શબ્દ રહ્યો સલામત પુસ્તકના પાને અકબંધ,
ઊણા ઊતર્યા છે દેશવાસીઓ અહિંસાને સ્વીકારવામાં. 

વાત કરી હતી તમે બાપુ સાદગી અને સ્વદેશી ચીજની,
ઊણા ઊતર્યા છે દેશવાસીઓ સ્વદેશીના અનુકરણમાં.

શરુઆત નેતાથી જ થાય વચન આપી ફરી જવાની,
ઊણા ઊતર્યા છે રાજકારણીઓ ખુરશીની મોહજાળમાં. 

ચૈતન્ય જોષી.'  દીપક ' પોરબંદર. 


Rate this content
Log in