Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel pk

Inspirational

4  

purvi patel pk

Inspirational

દેશપ્રેમી

દેશપ્રેમી

1 min
296


સરહદ પર અડગ રહેતો, દેશવાસીની તું ફિકર કરનાર,

ઘર પરિવાર છોડીને પણ, દેશપ્રેમી, સરહદની તું રક્ષા કરનાર,


દિલમાં દુઃખ ગમે તેટલું હોય, દુશ્મનોનું તું ઢીમ ઢાળનાર,

દેશભક્તિ તારી રગ રગમાં વહેતી, અડગ થઈ શહીદી વહોરનાર,


ટાઢ, તાપ, વરસાદ ન અસર કરે તને,

સબળ હિંમત હૈયે તું રાખનાર,

ગર્ભવતી ભાર્યાને પણ એકલી મૂકે, રાત દિવસ દેશની તું રક્ષા કરનાર,


લડવા માટે સદૈવ રક્ત ઉબાલ, કરે ન કદી સામે કોઈ સવાલ,

સમરાંગણે શૂરવીર નરબંકો, શિર સાટે સદા તું લડનાર,


શૌર્ય અને શૂરવીર જાણે મિરાત મોંઘી ભારત તણી,

સિંહ સમ ગર્જના કરતો, શત્રુ સદૈવ નમાવી દે હથિયાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational