Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Inspirational Others

4  

Pravin Mehta

Inspirational Others

દેશની માટી

દેશની માટી

1 min
22


હે માનવ, પગ પર નવ મારો કુહાડો,

ભૂખ્યા લોકોને પેટ ભરાવી જમાડો,


વસ્ત્રહીન લોકોને વસ્ત્ર લઈ ઓઢાડો,

ઈર્ષા, ક્રોધ, લોભ, વેર- ઝેર, મટાડો,


દેશાભિમાન રાખી ચાર ચાંદ લગાડો,

તોફાન, કોમી રમખાણો, સદા ઘટાડો,


ક્યાંય બાવળ નહીં, આંબાને ઊગાડો,

ગમગીન ચહેરાઓને આનંદ પમાડો,


રૂપિયાઓનો ના કરશો ખોટો ધૂમાડો,

ભૂખ, ભય અને ભ્રષ્ટાચારને ભગાડો,


દેશની માટી ચંદન છે ભાલ પર લગાડો,

ને માટીમાં આળોટી અને માથે ચડાવો,


દુઃખી લોકોની મદદ કરી દુઃખ મટાડો,

તિરંગાને નમન કરી રાષ્ટ્રપ્રેમ જગાડો,


દુર્લભ માનવદેહને વ્યર્થ નવ બગાડો,

કરું પ્રાર્થના તને પ્રભુ આવે એ દહાડો,


આવજો અવની પર પંચજન્ય વગાડો,

અંતે ' પ્રવિણ ' ને મંઝિલ પંથ ચીંધાડો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational