STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

દેશને

દેશને

1 min
26.1K


આવો આવો જુવાન લઈને વેશને,

બાપુ રંગીલો રંગીલો કરીએ દેશને.

રાખો સચ્ચાઈનો સાથી,

સાચા પ્રેમનો સંગાથી,

ચાલો જીવતા કરીએ રે,

માનવદેવને,

બાપુ રંગીલો રંગીલો કરીએ દેશને.

આજે સત્તાની મનમાની,

આખા દેશની બરબાદી,

ચાલો જાતીના ભેદ બધા મેલીને,

બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશને.

લેજો કામને વધાવી,

દેજો આળસને ભગાડી,

ચાલો ભેગા મળીને કામ કરીએ,

બાપુ રંગીલો રંગીલો કરીએ દેશને.

ધરતીમાતા સૌની વ્હાલી,

આપે જીવનની પ્રસાદી,

હવે, જીવો, જીવવા દો આ જગતને,

બાપુ રંગીલો, રંગીલો કરીએ દેશને.

દેશ ચાલે છે તમારા શ્વાસથી,

આપજો શ્વાસો તમારા દેશને.

જિંદગી ખાલી તમે જીવ્યા ઘણું,

આપજો જન્મો અમારા દેશને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational