દેશ
દેશ


પ્રેમ શાંતિની શીખ આપે,
દરેક ધર્મને એક તાંતણે બાંધી રાખે,
એ મારો દેશ નિરાળો,
અમે ભારતમાના સંતાનો,
હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ,
આપણે સહુ ભાઈભાઈ,
શોણીત આપણા લાલ છે,
ભગવાન અલ્લાહ, એક,
પ્રેમ એકતાનો પાઠ શીખવે,
અમે એ ભારત માં ના સંતાનો,
વિવિધતામાં એકતા,
દરેકને સાથે લઈને ચાલનાર,
ત્યાગ બલિદાન,જે બીજાને પ્રેમ વહેચે,
અમે ભારતમાના સંતાનો,
કેટલા દર્દ સહન કર્યા ભારતે,
વીરોના બલિદાનોના રંગ ચડયાં,
શુરવીરોના રકતે રંગાયો, તિરંગો,
અમે એ ભારત માના સંતાનો,
જયાં બાળકો ગોપાલ ક્રિષ્ન છે,
બાલિકા બાલિકા દેવી સ્વરુપ,
વડીલો માટે આદર,
ને અતિથી પુજનીય છે,
અમે એ ભારત ભૂમિના સંતાનો,
જયાં પ્રેમનો બદલો પ્રેમ,
ને રક્તનો બદલો રક્તનું ફરમાવે,
એકતા જેના રગરગમાં છે,
અમે એ પવિત્ર ભૂમિના સંતાનો
ભારત માના વાલીડા સંતાનો અમે,
મા ભોમ કાંજે જાન હોમી દેતા,
એ સિંહોના ભાઈ-બહેન છીએ,
શહીદો આંસુનો બદલો છીએ,
અમે એ ભારત ભુમીના સંતાનો છીએ,
કેટલા ઘાવ પીધા મારા ભારતે,
જે ગદ્દારી કરે એને 'લફ્જ'શીદને સમજાવે,
આ આઝાદી ખાતર કેટલાય શેરો,
ભારત ભોમની માટીમાં મળી ગયાં છે,
અમે એ દેશનું ભાવી છીએ,
અમે ભારત ભુમીના સંતાનો છીએ.