STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

3  

'Sagar' Ramolia

Abstract

દે જિંદગી - ગઝલ

દે જિંદગી - ગઝલ

1 min
339

જીવવાની સજા દે જિંદગી,

મોતની વા' મજા દે જિંદગી,


ભય ન તોફાન-આંધીનો રહે,

એ સહેવા ગજાં દે જિંદગી,


ધાર તો નાખ ખાડામાં મને,

કે ફરકતી ધજા દે જિંદગી,


રખડતો મૂક નીચે આભની,

કે રહેવા છજાં દે જિંદગી,


ટોચ દેખાડ 'સાગર'ને હવે,

કે પછી તું રજા દે જિંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract