ડૉક્ટર
ડૉક્ટર
માનવી ચેડા કરે સ્વાસ્થ્ય સાથે,
થાય બીમારીઓ ઘરકાવ શરીરે,
ભગવાન સ્વરૂપ લાગતા ડૉક્ટર,
કરતા સેવા દર્દીના શરીર કેરી,
થાય મોટો ખર્ચ ઈલાજ કાજે,
સમય જતાં રોગ તનથી ભાગે,
કરતા સેવક સેવા તો દિનરાત,
આપી દેતા બીમારીને માત,
ન કરો અંધશ્રદ્ધામાં વિશ્વાસ,
ડૉક્ટર નહિ થોભવા દે શ્વાસ,
આપીએ માન તેમની સેવાને,
કરીએ વંદન તેમના નેક કાર્યને.
