ડંખ
ડંખ
મોરપીંછ વાગે તો સમજવું કે કાળજે ડંખ વાગ્યા,
નદીઓ વહેતી આકાશે ચઢે તો તેને પંખ લાગ્યા,
અજાણે જાણે કોઈ વાત કહેવાની રહી ગઈ,
વિચારે ચઢી ને મનની આ હાલત થઇ ગઈ,
વગર કારણે આવે જો રડવું, તો અનરાધાર નભ ગાજ્યા,
કોઈ લાવે આંખોમાં આંસુ, અમે તો ક્યાં માંગ્યા?
આજે તને તો કાલે મને કોણ જાણે ક્યારે ક્યારે,
કોણે કેટલા ડંખ આપ્યા, કોણે કેટલા માંગ્યા?
