STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

ડગલાં તું ભરજે.

ડગલાં તું ભરજે.

1 min
26.7K


લઈને સત્યનો આશ્રય ડગલાં તું ભરજે.

એમાં જ રહેલું છે શ્રેય ડગલાં તું ભરજે.

નાના મોટાંની આ જગજંજાળમાં રહેવું, 

રાખવું સમાનતાનું ધ્યેય ડગલાં તું ભરજે. 

નથી કોઈ તારા મિત્ર કે શત્રુ આ જગતમાં, 

ના કરીશ સમયનો વ્યય ડગલાં તું ભરજે. 

બેસી રહેવું ન પરવડે પ્રારબ્ધના ભરોસે,

હોવો ઘટે કર્મનો આશય ડગલાં તું ભરજે. 

ઇશ્વર છે સંગાથી તારો બનીને હમરાહી, 

ચોક્કસ વરીશ તું વિજય ડગલાં તું ભરજે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational