STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

દાસ !

દાસ !

1 min
27K


ઉપર ધરતી,

નીચે આકશ છે,

વચ્ચે હું છું,


યાદો આસપાસ છે,

લીમડા, પીપળા, વડલા,

આંબા ને નીચે ઘાસ છે,


વરસે ધોધમાર એ,

માટીની સુવાસ છે,

પતંગિયાનાં રંગો,

ગુંજારવ ભમરાનો,

અંધારી રાતલડી,

આગિયાનો ઉજાશ છે,


ફક્ત પ્રકૃતિ છે,

બીજું કંઈ નથી,

ન દેખાતું, ન સમજાતું,

કોઇ એ ખાસ છે,


શરદપૂનમનો ચાંદ,

કેવો પ્રકાશ છે !

ઊંચે જોતી આંખોને,

અજબની આશ છે,


બસ ઊંચે જ આંખો જોતી,

રોકાયા શ્વાસ છે,

મા તને જોઈ મેં,

આ શૌર્ય ,

તારો દાસ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational