દાદીમા
દાદીમા
એક વાત્સલ્યની મૂરત છો તમે, દાદીમા,
ને દિલમાં રહેતી સૂરત છો તમે, દાદીમા,
ખૂબ સરળ અને શાંત છો તમે સ્વભાવે,
સદા કરતાં બહુ મહેનત છો તમે, દાદીમા,
અનેક ભાર ઊંચકીને જીવન જીવ્યા છો,
ખભેથી ઘણાં મજબૂત છો તમે, દાદીમા,
શીખ્યો છું ઘણાં પાઠ મારાં જીવનનાં હું,
શિક્ષણની એક ઇમારત છો તમે, દાદીમા,
વિચાર્યું ઘણું સૂઝયું નહીં કાઈ મને લખવું,
મારાં શબ્દ કોષનો અંત છો તમે, દાદીમા !
