STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

ચૂંદડી

ચૂંદડી

1 min
546

મન વસી ગયો સાઁવરિયો ભરથાર ચૂંદડી ઓઢી સાજન નામની.

એના નામે છે મારે હરદિન તહેવાર ચૂંદડી ઓઢી સાજન નામની,


હરી લીધું હૈયું જેણે પહેલી મુલાકાતે પરવશ કરી દીધી કેટલી!

બની ગયો પ્રિતમ જીવન આધાર ચૂંદડી ઓઢી સાજન નામની.


નયને પ્રતીક્ષા અહોરાત પિયુ તારા વસમા વિયોગમાં નિરંતરને,

મુખે વસ્યો તારા નામનો ઉચ્ચાર ચૂંદડી ઓઢી સાજન નામની.


હરપળ હૈયું ધબકે પિયુ મિલનની આશ જાગે ઘડીએ ઘડીને,

મુલાકાત એ જ એનો ઉપચાર ચૂંદડી ઓઢી સાજન નામની.


પ્રાણપ્યારા પ્રિયતમ ઝંખું અવિરત યાદ ઉરથકી ઊભરાવીને,

થયો રોમેરોમે બસ તારો ઓથાર ચૂંદડી ઓઢી સાજન નામની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama