ચતુર્થ અમૃતબિંદુ
ચતુર્થ અમૃતબિંદુ
કર્મની કોરટ ક્યાં છે ? નવ કોઈએ જાણી;
વીંઝે ચાબખા, વીના તુરંગે
નથી કર્મોનો રાહદારી
કેવા રે હશે લેખ
એક માના દીકરા.
એક રાજા,
તો બીજો સિપાઈ.............કર્મની કોરટ ..
કરે વસૂલ "વિઘોટી" કર્મથી;
ખોળાથી ખાંપણ સુધી,
કેવા રે હશે લેખ
એક માના વછેરા.
એક પોઠિયો,
તો બીજો વેઠિયો..............કર્મની કોરટ ..
દૂષિત કાળજુ નિતાંત તર્કે;
નથી જોતો મનુજ કે મગતરું
કેવા રે હશે લેખ.
એક વેલાના તુંબડા.
એક દેવીની વીણાએ
તો બીજું સાધુને હાથ..............કર્મની કોરટ ..
ત્રાજવે ત્રાજવે ઘડો અલગ;
કર્મ રહ્યા છે અમાપ.
કેવા રે હશે લેખ.
એક વાંસના ટુકડા.
એક કાનુડો સૂરે,
તો બીજો ઢોલીડો પીટે..............કર્મની કોરટ ..
વિચાર વિસ્તાર :-
વિઘોટી -અંગ્રેજના જમાનાની કર ઉઘરાવવાની પ્રણાલી
રાજમાતા કુંતીના સંતાનમાં કર્ણની સ્થિતિ.
એક શિવજીના દરબારે નંદી, અને બીજો ઘાંચીની ઘણીએ તેલ પીલતો બળદ.
એક કોળાનું ત્ંબડું સિતાર બની દેવી સરસ્વતીજીના હાથની વીણા, તો બીજું સાધુનું ભિક્ષા પાત્ર.
એક ટુકડો વાંસળી બની કાનુડાને હાથે સૂર રેલાવે, ને બીજો ઢોલીડાંને હાથે ઢોલ ઉપર પીટાય.
