STORYMIRROR

Dr Sharad Trivedi

Romance

3  

Dr Sharad Trivedi

Romance

ચોરી લીધું

ચોરી લીધું

1 min
388

અરે થયું શું આ ?

આમ અચાનકજ,

ખોવાઈ ગયું દિલ મારું,


પૂછ્યું પવનને, પેલી વાદળીને,

ઉભેલાં તરૂને, મધુવનમાં ફૂલને,

કડાકા મારતી વિજળીને,

'ક્યાંય જોયું મારુ દિલ ?'


મળ્યોબધેથી,

જવાબ 'ન'કારમાં,

ને તૂટી પડ્યો વરસાદ,

દિલ મારુ ભીંજાતું હશે,


થયું મને પણ,

શું કરું હું ?

ત્યાં સામેથી આવતા જોયા,

મારી પ્રિયતમાને,


થયું લાવ પૂછી જોઉં એમને,

ને બોલ્યા એ મંદ-મંદ હસતાં,

'અરે એ તો અમે ચોરી લીધું'



Rate this content
Log in

Similar gujarati poem from Romance