ચોકીદાર
ચોકીદાર
દિઠા રૂપ અનેક જીવનનાં,
બિબામાં સર્વે ઢળી બેઠા,
સંબંધોનાં ત્રાજવે તોળી જિંદગી,
સદાય નમતું જ જોખી બેઠા,
ખુશી જ ચાહી હરકોઈની સદા
છે ગૂનો, તો હા, એ કરી બેઠા,
નથી જતાવ્યો હક કદી કોઈ પર,
આમ જ, પોતાના માની બેઠા,
એટલા નાસમજ જરૂર છીએ કે,
સમજદારોમાં ખુદને ગણી બેઠા,
ના છીનવ્યુ કોઈનું, ના તરછોડયા,
હતું નસીબનું એજ માંગી બેઠા,
નથી પહેરેદારી કરી કોઈની,
બસ, ખુદના ચોકીદાર બની બેઠા.