STORYMIRROR

Dilip Ghaswala

Inspirational Classics

3  

Dilip Ghaswala

Inspirational Classics

ચણતાં રહો

ચણતાં રહો

1 min
26.7K


નાજુક સમય ચણતાં રહો;

બાકી વરસ ગણતાં રહો.

આ  જિંદગીના જામને..

બસ મોજથી પીતાં રહો.

મન મારવા કરતાં ભલા;

મન ચાહે તે કરતાં રહો.

પથ્થર બની ના થંભશો;

નૌકા બની સરતાં રહો.

હો ભીડ કે એકાંત હો,

ખુદ જાતને મળતાં રહો.

ના કો' સળી કરશો 'દિલીપ'

સુખી માળા બનતાં રહો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational