ચંદન
ચંદન
શીતળતાનો પર્યાય ગણાય છે ચંદન.
મલયગિરિ પર વાસ મનાય છે ચંદન.
સુગંધ સર્વત્ર એ પ્રસારીને મન હરતું,
જાતે ઘસાઈને એ મહેકાય છે ચંદન.
અનેક રોગોની દવામાં ઉપયોગી થતું,
ખુદ ઈશના અંગોમાં લેપાય છે ચંદન.
પરાવાણીની તુલના એની સાથે થતી,
કદી સ્ત્રીબદનને સરખાવાય છે ચંદન.
કવચિત્ શિવલિંગે હોય શોભનારું એ,
મરણોતર અગ્નિદાહે વપરાય છે ચંદન.
