STORYMIRROR

Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

ચિત્ત ચોર

ચિત્ત ચોર

1 min
337

મારા મનડાંમાં વસે ચિત્ત ચોર,

મુખડું મલકાતુંં, મનને મનાવતું,


આનંદની હેલીમાં,

જીવન જીવાડતુંં,

હ્રદયમાં સ્પર્શતુંં,

ઊર્મિઓ લાવતુંં,


મારા મનડાંમાં વસે ચિત્ત ચોર,

ભાવ જગાડતુંં, રૂદીયુ રડાવતું,


અંતરના મેલ ને,

સદા વિસરાવતું,

મુખડું મલકાતુંં ને,

હ્રદય જગાડતુંં,


શોધી શોધીને થાકે,

આ મારું મનડું,

કાનાની બંસરીથી,

ચિત્ત મારૂં ચોરતું,


હ્રદય હવે જાગતુંં, ને ભાવવાહી બનતુંં,

આત્માથી પરમાત્માનું, મિલન આજ થાતુંં,


મારા મનડાં માં વસે ચિત્ત ચોર,

મુખડું મલકાતુંં ને, હ્રદય જગાડતુંં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama