છોડ અંધશ્રદ્ધા
છોડ અંધશ્રદ્ધા


વિશ્વ વ્યાપતું આ તંત્રનું નામ આપવું શું ?
જગત આખું ફરી વળ્યા તે મળ્યુ શું ?
વાસ્તવમાં રાચવું રહો દુર અંધકારથી,
ધરાતલ પર કાળા જાદુના પ્રભાવથી.
નસીબ પર વાત ન છોડતા કામની રાખો ધગશ.
સંબંધ આ કાર્યકારણના વાપરો જરા મગજ.
સફળતાથી નિરાશ થઈ ધડકન વધે તારી,
પ્રથમ પગથિયું જો હાર્યું, શું જીંદગી હારી?
આશરો લેતો તું દૃષ્ટ કાળા જાદુગરોનો
જાણે તંત્રિકોજ જીવનના સર્જનહાર,
ગરીબડી જિંદગીમાં નથી ફૂટી કૌડી નો આધાર,
ચડાવે પૈસાનો હાર તેને લાવે માંગી ઉધાર
સંકટોનું આવન જાવન એ તો જીવન સાર
છોડ મંત્ર તંત્ર મેહનત કરી કર મુશ્કેલી પાર.
બચેલી બચત સાચવ ઇશ્વર પર રાખ શ્રદ્ધા,
કાનાં પડેલી જીંદગી જશે સિવાઈ છોડ અંધશ્રદ્ધા.