STORYMIRROR

Kiran piyush shah "kajal"

Fantasy

3  

Kiran piyush shah "kajal"

Fantasy

છળાવો

છળાવો

1 min
245

અવની પર

અંધકારના ઓળા ધીરે ધીરે 

પગ જમાવતા હતાં,

ચામાચિડિયા, 

તમરા ને ચીબરીનાં અવાજ..

વાતાવરણને વધારે ને વધારે ડરામણું બનાવતો હતો,


એવાંમાં ...

દૂર દૂર પાયલની રુમઝુમ અને દર્દીલો સ્વર....

એક મુસાફર.. આગંતુક

અનાયાસ... ખેંચાયો એ સ્વર ભણી..


અવનીના આ રૂપને નજરથી પીતો.....

ઉતાવળા ડગલાં ભરતો..

ત્યાં... આભ પર ચંદ્રનું આગમન..

અંધકારને ચીરતું... જાણે... 

પ્રકાશનું કિરણ.. ને 

નદી કિનારે...

ખળભાખળું (મળસ્કે)સમજી...

શ્વેતવસ્ત્રોમાં સજ્જ 

અનુપમ રૂપની સામ્રાજ્ઞી

પનિહારી....

હાથમાં ઘડો લઈ

 કિનારે બેઠી

વિચારમગ્ન ...


ગીત વિરહનું ગણગણતી...

બેધ્યાન.. ખુદમાં ઓતપ્રોત...

પણ એની તરફ નજર કરતાં

આગંતુક સ્તબ્ધ...

આતો....આતો... ઓહહહ !

છળાવો..


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy