ચહેરાનો ભાઈ ચહેરો
ચહેરાનો ભાઈ ચહેરો
ચહેરાનો ભાઈ ચહેરો…
કેમ કરીને ઉકેલવો
ચહેરાનો ભાઈ ચહેરો
ઓળખવો છે અઘરો
કદી નિખાલસ
કદી આડંબરી
ઊર્મિઓનું તોફાન લઈ નિત રઝળતો
અકળ અગમનો બાજીગર બળવંતાો
રુપલ સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ
ગમતી ચોપાઈ કે રમતી ગઝલ
નયન હોઠથી રમાડતો રે સોગઠા બાજી
વાત કરે હૈયાની તો થાય સૌ રાજી રાજી
ઘટમાળાઓનો ડુંગર
સપનાંઓનો સમંદર
અરીસામાં રમતો દીઠો છે તને કિમિયાગર
શી ખબર!
કેટલો સાચો કેટલો અડપલે દેતો રે તાલી
છોડાવજે આ ભ્રમણાંઓની રંગોળી ટોળી
કેમ ઉકેલવો !
છે ભાઈ આતો માણસનો ચહેરો.