STORYMIRROR

Harshida Dipak

Inspirational

3  

Harshida Dipak

Inspirational

માયાની મટુકડી

માયાની મટુકડી

1 min
13.3K


રૂડાં લાગે છે ધરતી આકાશ, તારે છાંયે છે માયાની મટુકડી 

'મા' બોલતાં જ થાતો અજવાસ, તારે છાંયે છે માયાની મટુકડી 

તારી કુખમાં જ શ્વાસ પેલો લીધો, મીઠા અમૃતના દરિયાને પીધો 

તારી નાડીમાં તેજનો છે વાસ, તારે છાંયે છે માયાની મટુકડી 

નવ માસ મારી નાડમાં સમાણી, રામ-સીતા ને રાધા -ક્રિષ્ન વાણી

વહે નસનસમાં પ્રેમની સુવાસ, તારે છાંયે છે માયાની મટુકડી 

ભલે નાડથી એમ મને કાપી, તોય જીવતરમાં મેં જ તને સ્થાપી 

ચૌદ લોકમાં છે તારો જ વાસ, તારે છાંયે છે માયાની મટુકડી 

રોજ હાલતી ને જગમાં હું ફરતી, હોય સુખ - દુઃખના દા'ડા ન ગણતી 

ભરી ભીતરમાં તારી સુવાસ, તારે છાંયે છે માયાની મટુકડી 

હોય દરિયા કે ઝરણાનું ખળખળ, તેજ ચમકાવે મારામાં પળપળ 

બુંદ બુંદથી તું ફરતી ચોપાસ, તારે છાંયે છે માયાની મટુકડી 

ઘણ, એરણ, હાથોડાના ઘાવથી, નથી ડરતી હું એવી કોઈ રાવથી 

પ્રેમ શબ્દોથી ઘડી મુને ખાસ, તારે છાંયે છે માયાની મટુકડી 

શ્વાસ જેટલા છે એટલા શ્વસીને ,તારી પ્રેમલ ધારામાં વાસીને 

તારા ચરણોમાં પૂરો પ્રવાસ, તારે છાંયે છે માયાની મટુકડી 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational