STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational

3  

Bharat Darji Aabhas

Inspirational

અવસર લખજો

અવસર લખજો

1 min
13.3K


આ દિલની એ ઉજવણીનો અવસર લખજો,

ને એકાંતે ખાલીપાને સરભર લખજો.

આપ્યો છે કાગળ તારા આસોપાલવને,

પ્યારી એ આંખોથી અમને વળતર લખજો.

વરસોની તૃષ્ણા શબ્દો પીવાની જેણે,

એવા તે કોરા કાગળ પર ઝરમર લખજો.

આપ્યો છે હાથ તમારા હાથોમાં મારો,

મારી તકદીરે થોડું કઈ નવતર લખજો.

દુનિયાની યાદોમાં રહું કાયમ 'આભાસ',

મારી તુરબત પર ઈશ્વરનો જણતર લખજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational