STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational

3  

Bharat Darji Aabhas

Inspirational

વાત આટલી

વાત આટલી

1 min
13K


આટલી ક્યાં વાત મારી એમને સમજાય છે?

જિંદગીમાં એમની યાદો સદા વરતાય છે.

ભીડ વચ્ચેથી મને નાં ઓળખે કોઈ પછી,

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે.

હાજરી તારી જરાયે આ ઘરે જોઈ નથી,

દ્વાર ખોલે તો અવાજો કેમ આ પડઘાય છે?

લાગણીજો હોય તો કરમાવવું નક્કી જ છે,

આ જગતમાં પુષ્પ નકલી ક્યાં કદી કરમાય છે?

વેદનાને તો હ્રદયમાં એ સમાવીને ગયો, 

લાશ જો આભાસ એની તોય હરખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational