STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

તો મારો રામ મળે

તો મારો રામ મળે

1 min
13.5K


કોઈને દુઃખી જોઈ જો, 

પોતાની આંખોએ આંસુ પડે, 

તો મારો રામ મળે..

કોઈને રડતા જોઈ જો, 

પોતાનુ હૈયું બમણું બળે,

તો મારો રામ મળે..

કોઈને ભૂખ્યા જોઈ જો, 

અંતર તમારું સળવળે,

તો મારો રામ મળે..

કોઈને તરસ્યા જોઈ જો, 

અંદર કંઈક ખળભળે,

તો મારો રામ મળે..

કોઈને ઉપયોગી થવાના જો, 

વિચાર આવે પળેપળે,

તો મારો રામ મળે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational