Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

ચહેરાની અસર

ચહેરાની અસર

1 min
24


તમારા ચહેરાની સુંદરતાએ, રાતને દિવસ બનાવી દીધો,

તમારા ચમકતા ચહેરાએ, ચંન્દ્રને નિસ્તેજ બનાવી દીધો,


તમારી પાંપણોના પલકારાએ, પવનને વહેતો થંભવી દીધો,

તમારી તિરછી નજરે મુજને, દિલથી ઘાયલ બનાવી દીધો,


તમારી છેલ છબીલી અદાએ, માર્ગમાં હંગામો મચાવી દીધો,

નભમાંથી સૂરજે ડોકિયું કરતાં, તેને ખડખડાટ હસાવી દીધો,


તમારી શ્વાસોની સરગમએ મુજને, તન મનથી લહેરાવી દીધો, 

તમારા યૌવનની અંગડાઈએ મુજને, પ્રેમ દિવાનો બનાવી દીધો,


તમારા અધરોના મધુર શબ્દોએ, મુજને શાયર બનાવી દીધો,

તમારી ગઝલ લખવા "મુરલી", મારી કલમમાં પ્રાણ પૂરી દીધો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance