STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

મળી હતી એ યાદ નથી

મળી હતી એ યાદ નથી

1 min
497

બાકી પ્રેમીથી કઈ ફરિયાદ નથી

બસ છેલ્લે ક્યારે

મળી હતી એ યાદ નથી


વ્યસ્ત બની છે એની જિંદગી

ઝોકે ચડી મારી જિંદગી

બસ છેલ્લે કયારે 

મળી હતી એ યાદ નથી


સાથે હસતા સાથે મળતા અને

ખૂબ સારી વાતો કરતા પણ હવે.

બસ છેલ્લે કયારે

મળી હતી એ યાદ નથી


એ વરસી હતી હું ભીંજાયો હતો

એ સપનું હતી હું સમાયો હતો એમાં

બસ છેલ્લે ક્યારે

મળી હતી એ યાદ નથી


જીવંત છે યાદો અમારી

ભૂલાણી નથી વાતો અમારી

બસ છેલ્લે ક્યારે

મળી હતી એ યાદ નથી


હવે મળશું કે નહિ એ યાદ નથી

જિંદગી મારી બરબાદ નથી

બસ છેલ્લે કયારે

મળી હતી એ યાદ નથી


Rate this content
Log in

Similar gujarati poem from Romance