છેલ્લી વાર
છેલ્લી વાર
એક પ્રેમી યુગલ ગંગાજીમાં નાવ પર બેસી ને સફર કરે છે, ત્યારે પ્રેમી તેની પ્રેમિકા પાસે પોતાનો પ્રેમ, લાગણીઓ વ્યક્ત કરે છે..અંતે.. પ્રેમિકા...તેનો જવાબ આપે છે.
"છેલ્લી વાર "
હવે મળાય કે ના મળાય,
આ છેલ્લી વાર છે!
આંખમાંથી નીકળે આંસુ,
આ છેલ્લી વાર છે,
મિલનની આપણી મધુર પળ,
આ છેલ્લી વાર છે!!
મુખ પરનું મારૂં મુસ્કાન,
આ છેલ્લી વાર છે!!
સ્વિકાર મારા પ્રેમને,
આ છેલ્લી વાર છે,
ગંગાજી પરની આ પલ,
આ છેલ્લી વાર છે!!
ના સ્વીકારે જો મારા પ્રેમને,
ગંગાજી ક્યાં દૂર છે?
ઉપર આકાશ નીચે પાણી,
આપણો પ્રેમ અદભુત છે,
સ્થિર છે લહર, પવન ફર..ફર...છે,
પ્રેમીના એકરારનો,
પ્રેમીકાનો આ જવાબ છે,
ના બોલ હવે તું,
આ છેલ્લી વાર છે!!!,
તારા પ્રેમનો કરૂં સ્વીકાર,
તારો પ્રેમ અણમોલ છે.

