STORYMIRROR

Satish Sakhiya

Tragedy

3  

Satish Sakhiya

Tragedy

છે તું

છે તું

1 min
13.9K


અડવા જાવ તો અદ્રશ્ય છે તું,

યાદમાં તો નજર સમક્ષ છે તું.

મળે ક્ષણ એકનો સહવાસ,

માનું સદીઓનો સંગાથ છે તું.

ગુંજી રહ્યું છે મુજ ઉરે સતત;

એવું સ્નેહ ભર્યું સંગીત છે તું!

અંધકાર છે જીવન તારા વિના,

અને પામી લઉં તો પ્રકાશ છે તું.

છે વેરાન જિંદગી 'સતીષ'ની,

એમાં ખુશીની એક આશ છે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy