STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

છે કિનારા બે જુદા

છે કિનારા બે જુદા

1 min
208

છે કિનારા બે જુદા….

ગઝલ છંદ વિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ધર્મ  મારો  ,ધર્મ તારો છે કિનારા  બે જુદા
જલ વહાવે એક બંને સત્ય   એ  સાચું બધે

વાત  મારી  વાત  તારીરોજ    હું  રટતો રહું
જો અમારી વાતથી  ડગ, જગ રમે ન્યારું બધે

રંગ   ખીલી   સાંજ વ્યોમે , આવકારે  રાતને 
જાણતી  એ ,  ભોર   થાયે મંગલા પ્યારું બધે

દૂર વ્યોમે સૂર્ય જલતોતપત સાગર આ ધરા
મેઘ  જ્યારે  નાચશે , લીલી  ધરા  ચારું  બધે

સાત  સાગર , સાત ખંડો, રોજ નોંખા પાડતો
જો વિચરું વ્યોમે હુંછે મારી ધરા ચીતરું બધે

ગોખમાં  'દીપ'  જલતો  ને અશ્રુ પશ્ચાતાપના
તેજમાં  શ્રધ્ધા  ભળે  તો સંગ તવ ભાળું બધે

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational