છે ઇતિહાસ સાક્ષી
છે ઇતિહાસ સાક્ષી
છે ઈતિહાસ સાક્ષી એ બાબતનો,
છે ઈતિહાસ સાક્ષી એ બાબતનો,
કે માનવબીજ રોપાણાં છે નદીઓના કાંઠે.
વિકસી બધી સંસ્કૃતિઓ નદી કાંઠે,
વિકસી બધી સંસ્કૃતિ નદી કાઠે,
થયો પૂરેપૂરો વિકાસ માનવજાતનો આ દુનિયામાં.
ઘણાં યુદ્ધ, વિનાશ, અને ધ્વંશ જોયા છે એણે,
ઘણાં યુદ્ધ વિનાશ, અને ધ્વંશ જોયા છે એણે,
પોતાની સગી આંખોથી.
આપ્યું ખેતી, વપરાશ, અને રસોઈ માટે,
આપ્યું ખેતી, વપરાશ, અને રસોઈ માટે,
નદીએ આપણને પાણી પોતાનું.
કરતી રહી ઉછેર અને લાલન-પાલન એ,નદીઓ
કરતી રહી ઉછેર અને લાલન-પાલન એ નદીઓ,
એક સગા પોતાનાં સંતાનની પેઠે.
અફસોસ "રણકાર" આજે એ બધાં ઉપકાર ભુલ્યો,
એ કાળા માથાનો માનવી જેણે,
આવી પરોપકારી નદીઓનું,
અસ્તિત્વ જ જોખમમાં મૂકી દીધું.
